પાટણ : ખેડૂત વિરોધી કાળા કાયદા પાછા ખેંચવા અપાયું આવેદન

ભારત સરકારે ખેડૂત વિરોધી નીતિ અપનાવી જે ત્રણ કાળા કાયદા ઘડયા છે જેમાં સમગ્ર ભારતના ખેડૂતો વિરોધ દર્શાવવા છેલ્લા દશ મહિનાથી દિલ્હી મુકામે આંદોલન ચલાવી રહયા છે

તે આંદોલનને ભારતભરમાંથી તમામ કિસાન સંગઠનો સમર્થન કરી વિરોધ પણ કરી રહયા છે જેને લઈને ગુજરાતમાંથી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પણ આ આંદોલનને સમર્થન જાહેર કરી ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદોનો વિરોધ કરી આ કાયદા રદ કરવા માટે પાટણ કલેકટરને આવેદનપત્ર આપી સરકારને નમ્ર અરજ કરી હતી.

અને આ ત્રણ કાળા કાયદાથી ખેડૂતોને ખૂબ મોટુ નુકશાન થાય તેવા એંધાણો સ્પષ્ટ દેખાઈ રહયા છે. ખાનગીકરણ નીતિને સંપૂર્ણપણે બંધ કરી ખેડૂતોને કાળા કાયદા નાબુદ કરી ખેડૂતોની માંગણીને માન્ય રાખી સરકારમાં પોતાની લેખિત રજૂઆત પહોંચાડવા ઠાકોર જગશીજીએ માંગ કરી હતી.