ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ ની અધ્યક્ષ સ્થાને થરા નગરપાલિકા વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
જેમાં થરા નગરપાલિકા ના વોર્ડ નં ત્રણ ના ઉમેદવાર તરીકે બિન હરીફ જાહેર થયા હતા પૂથ્વીરાજ વાઘેલા એ દરેક વોર્ડ ના મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે કોંગ્રેસ પક્ષ ને રામ રામ કરીને ભાજપ માં ભળેલા ધીરજ શાહ એ ર૪ સીટ જીતાડવા માટે ખાત્રી આપી હતી.
થરા નગરપાલિકા ની ચુંટણી માં ભાજપ પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર માધ્યમો ને વેગ આપવા માટે પ્રદેશ ભાજપ ની ટીમ અને જિલ્લા ભાજપ ના કાર્યકરો ને કામે લગાડી દેતાં કોંગ્રેસ પક્ષ માં સોપો પડી ગયો છે ત્યારે ભાજપ-કોંગ્રેસના ડખામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જીતનો દાવો કરી રહ્યા છે.