પાટણ તાલુકાના અનાવાડા ગામે બનાવવામાં આવેલ પંચાયત ઘરના નવીન મકાનનું ઉદઘાટન ભાજપના જ હસ્તે બે બે વાર કરાતાં ગ્રામજનોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે વચ્યઅલ માધ્યમથી અનાવાડ પંચાયત ઘરના નવીન મકાનનું ઉદઘાટન ૧૦મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું.
ત્યારે સરકાર તરફી પાટણ તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ પટેલ સહિત ટીડીઓ અને જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ અને તલાટીની અધ્યક્ષાતામાં રિબીન કાપીને વચ્યઅલ માધ્યમ થકી કરાયેલા અનાવાડા પંચાયત ઘરના નવીન મકાનનું ઉદઘાટન તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.
ત્યારે અનાવાડા પંચાયત ઘરના નવીન મકાનનું ફરી એકવાર ઉદઘાટન પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલના હસ્તે તકતીનું અનાવરણ કરીને કરવામાં આવતાં અનાવાડા ગામના એકજ મકાનનું ઉદઘાટન ભાજપના જ હસ્તે બે બે વાર કરાતાં ગ્રામજનોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. તો ફરી કરાયેલા પંચાયતના નવીન મકાનના ઉદઘાટન પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી અને સેનેટ સભ્ય સ્નેહલ પટેલ પણ હાજર રહયા હતા.