પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચાલુ સાલે વરસાદ ખેંચાતા ઘરતી પુત્રોની ચિતામાં વધારો જોવા મળી રહ્યો છે પાટણ જિલ્લામાં ચાલુ સાલે હજુ સુધી માત્ર ૪ર ટકા વરસાદ વરસ્યો છે એટલે કે હજુ પ૮ ટકા વરસાદની જિલ્લામાં ઘટ જોવા મળી રહી છે ત્યારે જિલ્લામાં પ્રથમ સામાન્ય વરસાદ વરસતા ખેડૂતો દ્વારા જિલ્લામાં ર લાખ હેકટર જમીન માં વિવિધ પાકોનું વાવેતર કયું હતું પરંતુ વરસાદ ખેંચાતા તમામ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

પાટણ જિલ્લો મુખ્યત્વે ખેતી તેમજ પશુપાલક પર આધારિત જિલ્લોછે ત્યારે ચાલુ સાલે એકબાજુ વરસાદ ની ઘટ તેમજ બીજી બાજુ નર્મદા ની કેનાલો માં પણ સરકાર દ્વારા જાહેરાત તો કરાઈ પરંતુ હજુ પાણી ન છોડવા માં આવતા ખેડૂતોએ પ્રથમ સામાન્ય વરસાદ માં કરેલ તમામ પાક સુકાઈ રહ્યો છે ખેડૂતો દ્વારા – કપાસ – કઠોર – એરંડા તેમજ ઘાસચારા સહિત ના પાકો નું ર લાખ હેકટર માં વાવેતર કયું છે પણ વરસાદ તેમજ કેનાલો માં પાણી વિના તમામ પાક સુકાઈ રહ્યો છે

ત્યારે જો સત્વરે વરસાદ અથવા કેનાલો માં પાણી નહિ છોડાય તો આગામી સમય માં જિલ્લામાં પશુઓ માટે ના ઘાસચારા ની વિકટ સમસ્યા ઉભી થશે અને પશુપાલકો ને પોતાના ઢોર મહાજનમાં મુકવા પડશે અથવા હિજરત કરવી પડશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

હાલ પણ ખેડૂતો ને રૂપિયા આપવા છતાં લીલો ઘાસચારો ક્યાંય મળતો નથી અને સૂકા પૂળા નો ભાવ પણ પ૦ રૂપિયા આપી ખરીદવા મજબુર બન્યો છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ વધતા જતા ડીઝલના ભાવો વચ્ચે મોંઘી ખેડ કરી વાવેતર કરેલો તમામ પાક હાલ તો વરસાદ ની અછતને લઈ સુકાઈ રહ્યો છે ત્યારે સત્વરે નર્મદા ની કેનાલો માં પાણી છોડવા માં આવે તો સુકાતા પાક ને થોડું ઘણું જીવતદાન મળી રહે ત્યારે હાલ તો જગત નો તાત બે હાથ જોડી કાગ ડોળે મેઘરાજા ની પધરામણીની રાહ જોઈ બેઠો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024