વર્તમાન સમયમાં નવરાત્રી મહોત્સવએ નાચ કૂદ અને પાર્ટી પ્લોટોમાં મનોરંજન સમાન બન્યું છે. ત્યારે પાટણ ના સાલવીવાડા વિસ્તારમાં લીંબચમાતાની પોળમાં નવરાત્રી મહોત્સવમા ભારતીય સંસ્કૃતિ અનુરૂપ પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ જોવા મળે છે.આ પ્રાચીન ગરબા ને જીવંત રાખવામા વડીલો ની સાથે યુવાનો પણ જોડાયા છે.

શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રીમાં પણ વેસ્ટન કલચર જોવા મળી રહ્યુ છે.લોકો પાર્ટી પ્લોટો મા ડીજે ના તાલે ગરબે ઘૂમતા જોવા મળે છે.

ત્યારે આજ ના આધુનિક યુગમા પાટણ ની લીંબચમાતાની પોળ ના રહીશો એ ભાતીગળ પ્રાચીન ગરબાની પરંપરા ને વર્ષોથી જાળવી રાખી છે.અહીંયા રમાતા ગરબાઓમાં પ્રાચીન ગરબામાં પૌરાણીક ગરબાઓ ની જમાવટ જોવા મળે છે.

નવરાત્રી ના પ્રથમ નોરતે સ્થાનિકો દ્વારા નવ બાળકીઓને આદ્યશક્તિ નુ સ્વરૂપ માની અને પાંચ બાળકોને બટુક ભૈરવ નું સ્વરૂપ મા ની માતાજી ના ચાચર ચોક મા ઉભા રાખી તેઓની વિધિવત રીતે પૂજા કરી માતાજી ના ચાચરના ગરબાનું ગાન કરી નવરાત્રી મહોત્સવ ની શરૂઆત કરવામા આવે છે.

ત્યારે લીંબચમાતાની પોળ મા વર્ષોની આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024