રાધનપુર : વાદી વસાહત ખાતે આપવામાં આવી કોરોના રસી

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અમરગઢ વાદી વસાહત ખાતે વિચરતી સમુદાયના લોકો વસવાટ કરે છે તેમને આજે કોરોનાની રસી આપવામાં આવી હતી ડોકટર દેવજીભાઇ પટેલ નગરપાલિકાના નગરસેવક ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર ૬ વસવાટ કરતા વિચરતી સમુદાયના વાદી લોકોને કોરોના રસી આપવામાં આવી હતી લોકોને માર્ગદર્શન આપીને રસી લેવા માટે કોરોનાની સમજણ આપી કોરોનાની રસી આપી હતી

આ વિચારથી સમુદાયના લોકો ની રસી અપાવવા માટે ભાજપના આગેવાન નગરપાલિકાના નગરસેવક દ્વારા લોકોને માર્ગદર્શન આપી કોરોનાની રસી અપાવી હતી.