પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે અન્ના, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પુરવઠા વિભાગ, કાનુની માપ વિજ્ઞાન કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી મંત્રીશ્રીએ જરૂરી સુચનાઓ આપી હતી.

કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજનો જથ્થો સમયસર અને સરળતાથી મળી રહે તે આપણી પ્રાથમિકતા છે. વન નેશન વન રેશન યોજના અંતર્ગત અન્ય જિૡા અને પરપ્રાંતમાંથી આવતા લોકોને અનાજનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ બને તે દિશામાં પ્રયત્નો કરવા પણ જરૂરી છે. સાથે જ જિલ્લામાં આવેલી વ્યાજબી ભાવની દુકાનોમાં સમયાંતરે ચકાસણી કરવા અને ચાર્જમાં ચાલતી વ્યાજબી ભાવની દુકાનો અંગે જાહેરનામું પ્રસિદ્ઘ કરી તેને નિયમીત કરવા પણ કેબિનેટ મંત્રીશ્રીએ જરૂરી સુચનાઓ આપી હતી.

જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ પુરવઠા વિભાગની કામગીરીની આંકડાકિય વિગતો રજૂ કરી જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરશ્રીના નેતૃત્વમાં રાષ્ટ્રીય અન્ના સલામતી કાયદા અંતર્ગત નવીન રેશનકાર્ડ ઈસ્યુ કરવાની તથા આવશ્યક ચીજ-વસ્તુઓના જથ્થાના વિતરણ સહિતની કામગીરી સુચારૂપણે થઈ રહી છે. સાથે જ વિચરતી-વિમુક્ત જાતિના પ૪ર પરિવારોને રેશનકાર્ડ ઈસ્યુ કરવા તથા પ્રધાનમંત્રીશ્રી ઉજ્જવલા યોજના અંતર્ગત આપવામાં આવેલા ૧,૦૭,૭૯૭ ગેસ કનેક્શન સહિતની વિગતો પણ રજૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024