સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા પોલીસ આંદોલનને લઇને રાજકીય પક્ષોની સાથે સાથે હવે સામાજિક સંગઠનો પણ મેદાને આવ્યા છે.અને પોલીસના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે.
ત્યારે આજરોજ પાટણ જિલ્લા માલધારી સમાજ અને માલધારી સેના દ્વારા પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી કલેકટર એન.ડી પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા માલધારી સેનાના આગેવાને જણાવ્યું હતુંકે સમગ્ર રાજ્યમાં પોલીસકર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી શકતા નથી પરંતુ તેમના પરિવારજનો હાલમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે તે આંદોલનને અમારો સંપૂર્ણ ટેકો છે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી પોલીસકર્મીઓનો ગ્રેડ-પે વધારે નોકરીના સમયમાં કલ્લાકો નક્કી કરે સહિતડની વિવિધ માંગણીઓ તાત્કાલિક અસર થી પુરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ક્રિષ્ના ગ્રુપના કિરણભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં માલધારી સમાજ ના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.