પાટણ લોકસભાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર દ્વારા નવીન અભિયાન વન ફેમિલી વન ગવર્મેન્ટ જોબ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ભરતીમાં એક ઘરમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળે તેવું અભિયાન પાટણના પૂર્વ સાંસદ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત સમગ્ર રાજ્યભરમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે આજરોજ પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિટીના રંગભવન ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજન ગઢવી એકેડેમી દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર પાટણ જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ દાદુજી ઠાકોર, નિવૃત ડી.વાય.એસ.પી યુ.આર.ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિતરહ્યા હતા.

વિદ્યાર્થીઓને આગામી સમયમાં આવી રહેલી પોલીસ ની પરીક્ષામાં શારીરિક અને લેખિત પરીક્ષામાં કયા પ્રકારની તૈયારી કરવી તે વિશે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સિદ્ઘપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર દ્વારા વન ફેમિલી ગવર્મેન્ટ જોબ અભિયાન શરૂ કરવામાં આવી છે

જે અંતર્ગત એક ઘરમાંથી એક વ્યક્તિ સરકારી નોકરી મેળવે તેવો પ્રયાસ રહેશે અને એ દિશામાં આગળ વધવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.અને સ્પર્ધાત્મક પરિક્ષાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024