જીવન ધારા સોસાયટી પાસે આવેલ ગુંગડી કેનાલ રોડની સાઈડ છેલ્લા ઘણા સમય થી તૂટી ગઈ છે અને ત્યાં આજુબાજુ રહેતા લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે તથા આ રસ્તા ઉપર અવાર નવાર અકસ્માત થાય છે અને ગમે ત્યારે મોટી જાનહાની થવાની સાંભવના રહેલી છે.
આ રસ્તાનું ઝડપથી નિવારણ થાય તે માટે આજ રોજ હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (Human Rights Foundation of India) તરફ થી કોમલબેન પ્રજાપતિ થકી નગરપાલિકા માં આવેદનપત્ર આપવામાં આવ્યુ જેમાં જીવન ધારા સોસાયટી પાસે આવેલ ગુંગડી કેનાલ રોડની સાઈડ બનાવવા વિનંતી કરવામાં આવી હતી.