ગુજરાત રાજયમાં ૬ જૂન ર૦ર૧ને સેના ભરતીમાં જોડાવવા માટેના ભરતી ફોર્મ ભરવાનું શરુ થઈ ગયું છે. ત્યારે અમદાવાદ એ.આર.ઓ. દવારા પાટણ જીલ્લાને બાકાત રાખતાં જિલ્લાના યુવાનો દવારા કલેકટર કચેરીએ ધરણા કરી પાટણ જીલ્લાને અમદાવાદ એ.આર.ઓ.માં સામેલ કરવા માંગ કરી હતી
જોકે છેલ્લા બે વર્ષથી વૈશ્વિક કોરોના મહામારીને લઈ સેનામાં ભરતી થવા પામી ન હતી. જેથી પાટણ જીલ્લાના કેટલાક યુવાનોની ઉંમર ભરતી પ્રકિ્રયાથી વધુ થઈ જતી હોવાથી તેઓ લશ્કરી ભરતીમાં ભાગ લઈ શકે તેમ ન હોઈ અમદાવાદ એ.આર.ઓ.માં ભરતી થનાર છે તેમાં પાટણ જીલ્લાનો સમાવેશ કરવા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી.
અને પાટણ જીલ્લાના યુવાનો ભારતીય સૈન્યમાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા લોકોનુ સ્વપ્ન અધુરુ ન રહી જાય તે માટે તાત્કાલિક ધોરણે અમદાવાદ એ.આર.ઓ.માં પાટણ જીલ્લાનો સમાવેશ કરી પાટણ જીલ્લાના યુવાનોને દેશની સેવા કરવાનો મોકો મળે તેવી વિનંતી કરવામાં આવી હતી.