પાટણ નગરપાલિકાની વિરોધ પક્ષની મહિલાઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી વિરોધ પક્ષના નેતા મનીષાબેન ઠકકરે સામાન્ય સભામાં તેઓની કોઈ રજૂઆતો સાંભળી ન હોવાનો બળાપો ચીફ ઓફિસર સામે વ્યકત કરી આવેદનપત્ર આપ્યું હતું.
આ આવેદનપત્રમાં અગાઉ નગરપાલિકા દવારા અરજદારનું સોગંદનામુ લઈને બાંધકામ પરવાનગી આપવામાં આવતી હ તી તે પ્રકિ્રયા હાલ બંધ કરી નવેસરથી હૂકમનો આગ્રહ રાખવામાં આવે છે જેના કારણે અરજદારોને ઘણો લાંબો સમય રાહ જોવી પડતી હોય છે
તો આવા કિસ્સામાં અગાઉ જે પ્રમાણે સોગંદનામુ લઈ પરવાનગી આપવામાં આવતી હતી તે મુજબની કાર્યવાહીનો અમલ શહેરના નાના નાગરીકોના હિતમાં લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જશવંતભાઈ ઠકકરે જણાવ્યું હતું.
તો બાંધકામ પરવાનગી આપવાન કામે સિંગલ યુનિટની બાંધકામ પરવાનગીના કામે બિનખેતી હૂકમને ત્રણ વર્ષ ઉપરનો સમય થઈ ગયો હોય તેવા કિસ્સામાં બાંધકામ પરવાનગીના કામે બિનખેતી હૂકમની મુદતમાં વધારો કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે તે આગ્રહ નાબુદ કરી અગાઉની જેમ સોગંદનામા ઉપર બાંધકામની પરવાનગ આપવામાં આવે તેવી માંગ કરી હતી.