કોરોના વાયરસ સામે લડવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય હોઈ.જે માટે ભારત સરકાર દ્વારા ગત તા.૧૬ જાન્યુઆરી,ર૦ર૧ થી દેશભરમાં શરૂ કરવામાં આવેલા કોવિડ વેકિ્સનેશન અભિયાન અંતર્ગત આજદિન સુધી કોરોના પ્રતિરોધક રસીના ૧૦૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે યુવા મોરચાના પ્રદેશ કોષાધ્યક્ષ નરેશભાઈ ઠાકોર ની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.તેમને ખુલ્લા આકાશમાં ૧૦૦ જેટલા બલુન તરતા મુકીને સુરક્ષિત રસીકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
તેેમણે ભારતવર્ષ માટે આજનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો હતો.માત્ર ૧૦ મહિનાના ટૂંકાગાળામાં ૧૦૦ કરોડ ડોઝનું વેકિ્સનેશન કરવામાં આવ્યું છે, જે વિશ્વ કક્ષાએ પણ એક સિદ્ઘિ છે. રાજ્યની સાથે સાથે પાટણ જિલ્લો પણ વેકિ્સનેશનની કામગીરીમાં અગ્રેસર રહ્યો છે.
જે લોકોને કોરોના પ્રતિરોધક રસી લેવાની બાકી હોય તે તમામને સત્વરે રસીકરણ કરાવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં શહેર ભાજપ યુવા પ્રમુખ ગૌરવ પ્રજાપતિ સહિત યુવા મોરચા સહિતના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.