પાટણ જીલ્લા કલેકટર કચેરી ખાતે આહીર એકતા મંચ ગુજરાત દ્વારા ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેમજ ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવાની માંગ સાથે જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.
આહિર એકતા મંચ ગુજરાત દ્વારા પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં રજુઆત કરવામાં આવી હતીકે સમગ્ર હિન્દુધર્મની આસ્થા અને પૌરાણિક કાળથી ચાલી આવતી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે.
આ સાથે સાથે ભારતીય સેનામાં જે રીતે અન્ય જાતિઓના રેજીમેન્ટ ચાલે છે.તેવી જ રીતે આહીર સમાજનું રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે આ ઉપરાંત દિલ્હીના જંતરમંતર ઉપર ૧૧ જાન્યુઆરીથી ધરણા ઉપર બેઠેલા અજુનઆંબલીયાની પણ આજ માંગણીઓ છે.
તો એમની પણ માગણીઓ સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આમ આહીર સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરી આહીર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આ આવેદનપત્રમાં જિલ્લાના આહીર સમાજના યુવાનો જોડાયા હતા