પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની પૂર્ણકક્ષાાની કારોબારી બેઠક હાજીપુર ડી.આઈ. પટેલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શંકરજી ઠાકોરના અધ્યક્ષાસ્થાને મળી હતી. જેમાં મોટીસંખ્યામાં આગેવાનો, કાર્યકરો હાજર રહી સંગઠનાત્મક ચર્ચાઓ કરી હતી.

કારોબારી બેઠકમાં ઉપસ્થિત પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં કાર્યકરો, આગેવાનો વચ્ચેનો ભેદ મિટાવી સૌએ એક જ આસને બેસી લાંબા ભાષણો, સલાહોમાં સમય નહીં વેડફતાં મુદાસર અને પરિણામ લક્ષાી કાર્ય કરવાનું જણાવતાં કાર્યકતાની મહેનત થકી જ મજબૂત સંગઠન શકિત કેળવાય તો જ ચૂંટણીઓમાં વિજયનું લક્ષય હાંસલ થાય છે. તેમણે આંતરીક મતભેદો બાજુએ મૂકી પક્ષાને મજબૂત બનાવવા પરીણામલક્ષાી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ સંગઠન શકિત કાર્યકરોને આભારી છે અને કાર્યકર થકી જ પક્ષા ઉજજવળ પરિણામ મેળવી શકે છે. પક્ષાના જનાધારને વધુ મજબુત બનાવવા વધુને વધુ લોકોને પક્ષાની ગરીબોલક્ષાી વિચારધારા સમજાવી આગામી ચૂંટણીઓ માટે અત્યારથી કમર કસવા જણાવ્યું હતું.

સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વધતી જતી મોંઘવારીમાં પીસાતી પ્રજા, કથળેલી આરોગ્યલક્ષાી સેવાઓ, બેરોજગારી જેવા મુદાઓ ઉઠાવી પક્ષાની વિચારધારા સાથે જોડવાની રહી છે તે રસ્તે આગળ વધી લોકસેવાના કર્યો થકી વધુમાં વધુ લોકોનો સંપર્ક કરી પક્ષા સાથે જોડાવવા અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.

પાટણ જિલ્લા પ્રભારી ગજેન્દ્રસિંહ રહેવર, રામાજી ઠાકોર, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર, ગુલાબખાન રાઉમાએ પ્રાસંગિક પ્રવચનોમાં સંગઠનને મજબુત બનાવવા અને પ્રજાલક્ષાી કર્યોમાં આગળ રહી વર્તમાન સરકારની નિષ્ફળતાઓ જનજન સુધી પહોંચાડી અત્યારથી તૈયારીઓ કરી વિધાનસભામાં પૂર્ણ બહુમતી માટે પ્રયત્નશીલ બનવા હાકલ કરી હતી.

તો જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શંકરજી ઠાકોરે પક્ષાની વોટબેંકમાં વધારો કરવા પ્રદેશકક્ષાાએથી અપાયેલા કાર્યક્રમોની રુપરેખા આપી મતદાર સંપર્ક અભિયાનમાં પ્રત્યેક કાર્યકર, આગેવાનોએ જોડાઈને પ્રત્યેક દિવસે વધુને વધુ લોકોને પક્ષાની વિચારધારા સાથે સાંકળવા અનુરોધ કર્યો હતો.

ચૂંટણીઓ દરમ્યાનની ક્ષાતિઓમાં સુધારો કરવા અને આંતરીક અસંતોષને ભુલી પક્ષા જ મહાન છે તેને નજરમાં રાખી કાર્ય કરવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024