પાટણ જિલ્લાના ચાણસ્મા નગર ખાતે આવેલી કે.વી. પટેલ આઈટીઆઈમાં એચએસઆઈ ટ્રેડમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી તેઓની પરીક્ષાા યોજવા અથવા માસ પ્રમોશન આપવા સહિત આવનારી એમપીએચ ડબલ્યુની ભરતીમાં સમાવેશ કરવા માંગ કરી હતી. આ ટ્રેડના અભ્યાસક્રમમાં વિધાર્થીઓએ શૈક્ષાણિક વર્ષ ર૦૧૯-ર૦માં પ્રવેશ મેળવ્યો હતો.

આ વિધાર્થીઓનો અભ્યાસક્રમ પણ પૂર્ણ થઈ ગયો હોવાથી તેઓની પ્રેકિટલ પરીક્ષાા લેવાઈ ગઈ હતી પરંતુ ત્યારબાદ ર૦ર૦માં કોરોનાની મહામારીના કારણે આ વિધાર્થીઓની થીયરી અને ઈ.એસ. પરીક્ષાા યોજાઈ શકી ન હતી જેથી તેઓનું એકવર્ષનો સમય નિષ્ફળ નિવડયો હતો ત્યારે હવે સમગ્ર ગુજરાતમાંથી લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે અને સરકાર દ્વારા કોલેજો અને યુનિવર્સીટીની ઓફલાઈન પરીક્ષાાઓ પણ યોજાઈ રહી છે

ત્યારે આ વિધાર્થીઓની પણ પરીક્ષાાઓ પણ યોજવી ખૂબજ જરુરી હોવાથી તેઓની પરીક્ષાા વહેલી તકે લેવામાં આવે અને જો તેઓની પરીક્ષાા લેવામાં નહીં આવે તો તેઓનું આ વર્ષ પણ નિષ્ફળ નિવડવાની સંભાવના દર્શાવી આગામી સમયમાં એમપીએચ ડબલ્યુની ભરતીમાં બેસવા મળે તેવું આયોજન કરવા કલેકટરને વિદ્યાથર્ીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.