આગામી ૧રમી જુલાઈના રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે પાટણ શહેરમાંથી વર્ષોની પરંપરાનુસાર નીકળતી ભગવાન જગન્નાાથજીની ૧૩૯ મી રથયાત્રા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ગુરુવારની સાંજે વિધિવત રીતે કોરોના ની ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવામાં આવી હોવાનું જગદીશ મંદિર ટ્રસ્ટના રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

ચાલુ સાલે કોરોના ની વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાાથજીની રથયાત્રા કોરોનાની ગાઈડલાઈન મુજબ નગરચયાએ નીકળે તે માટે જગદીશ મંદિર ટ્રસ્ટ દ્વારા જિલ્લા પ્રશાસન પાસે મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ કોરોનાની મહામારીને લઈને અમદાવાદ ખાતે રાજ્ય સરકારના નિર્ણય બાદ રથયાત્રાની અપાયેલી મંજૂરી ને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પ્રશાસન દ્વારા પણ ચાલુ સાલે નીકળનારી ભગવાન જગન્નાાથજીની ૧૩૯ મી રથયાત્રામાં કોરોના ની ગાઈડ લાઈન નાં ચુસ્ત પાલન સાથે ફક્ત ભગવાન ના ત્રણ રથ સહિત નિશાન ડંકા સાથે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે.

તો રથયાત્રા રૂટ અને સમય ટૂંકાવી અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાાથજીની રથયાત્રા દર સાલની જેમ બપોરે બે કલાકે મહાઆરતી સાથે નિજ મંદિરેથી પ્રસ્થાન પામી હિગળા ચાચર ચોક, ચતુભુજ બાગ,જુનાગંજ બજાર, ધીવટા થઈ ને નિજ મંદિરે સંપન્ના થશે.

રથ યાત્રાના દર્શનાર્થ આવતા દર્શનાર્થીઓ માં સોશિયલ ડીસ્ટન્ટ જળવાય અને કોરોનાની મહામારી ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના ની ગાઈડ લાઈન મુજબ પ્રસાદ વિતરણ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવનાર હોવાનું રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

પાટણ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાાથજીની રથયાત્રાની મંજૂરીની આતુરતાનો ગુરુવારે સાંજે જિલ્લા પોલીસ વડા દ્વારા જગદીશ મંદિર નાં ટ્રસ્ટી મંડળ સહિત રથયાત્રા સમિતિના સભ્યોને મૌખિક માં મંજૂરી આપવામાં આવી છે જો કે ટૂંક સમયમાં જ લેખિતમાં પણ મંજૂરી રથયાત્રા માટેની આપવામાં આવનાર હોવાનું જિલ્લા પોલીસ વડાએ રથયાત્રા સમિતિના સભ્યોને હૈયાધારણ આપતાં જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાથી ભક્તજનોએ ખુશી વ્યક્ત કરી હતી.

પાટણ માં ભગવાન જગન્નાાથજીની રથયાત્રા દરમિયાન કોરોના ની ગાઇડ લાઇનનુ કોઈપણ જગ્યાએ ઉૡંઘન ન થાય અને શાંતિપૂર્ણ રીતે ભગવાન જગન્નાાથજીની ૧૩૯મી રથયાત્રા પાટણ શહેરમાં સંપન્ના બને તે માટે જિલ્લા વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024