હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી માં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્રારા વિધાર્થીઓ ર વર્ષથી ટેબ્લેટથી વંચિત રહેતા વિધાર્થીઓના હીતમાં ધરણાં શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદમાં હવે સમગ્ર ધરણાં વચ્ચે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્રારા પદયાત્રા કરી પાટણથી ગાંધીનગર જવાનું નકકી કયર્ું હતું.

જેમાં ગતરોજ બપોરે ૪.૩૦ કલાકે પાટણથી ઊંઝા, ઊંઝાથી મહેસાણા, મહેસાણાથી સાલડી અને સાલડીની ગાંધીનગર વિધાનસભા જવાનું નક્કી કરાયુ હતું આ સાથે તા.૧૧ જુલાઇના રોજ ગાંધીનગર સચિવાલય પહોંચી આ મામલે રજૂઆત કરવામાં આવનાર હતી ત્યાંજ પાટણ ઉંઝા ત્રણ રસ્તા પાસેથી છાત્ર યુવા સંઘષ સમિતિની પદયાત્રાને અટકાવી તમામ કાર્યકરોને ડીટેઈન કરી બી ડિવીઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

રાજ્યની યુનિવર્સીટી સહિત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા વિધાર્થીઓની ફી સાથે ટેબ્લેટ માટે ૧,૦૦૦ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જે રૂપિયા ઉઘરાવ્યાના બે વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી વિધાર્થીઓ ટેબ્લેટથી વંચિત છે. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ગુરૂવારે યુનિવર્સીટીના પ્રાંગણમાં ધરણા કરવામાં આવ્યા હતા. આ સાથે હવે ગતરોજ પાટણથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરાયુ હતું.

ત્યારે છેલ્લા કેટલાય સમયથી વિધાર્થીઓ યુનિવર્સીટીના સંચાલકો પાસે ટેબ્લેટની માંગ કરી રહ્યા હતા. પરંતુ તેમ છતાં રાજ્યની યુનિવર્સીટીઓમાં વિધાર્થીઓની આ તકલીફને ગંભીરતાથી લેવામાં આવતી ન હતી. જેના કારણે હવે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કેમ્પસમાં ધરણા શરૂ કર્યા હતા.

આ સાથે જ્યાં સુધી ટેબ્લેટ મામલે યોગ્ય પ્રત્યુત્તર નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાનો કાર્યક્રમ રાખવાનું આહ્વાન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતુ. ત્યારે યુનિવર્સીટીના કુલપતિએ છાત્ર યુવા સંઘષ સમિતિને સંતોષકારક અને યોગ્ય જવાબ ન આપતાં પાટણથી ગાંધીનગર પદયાત્રાનું એલાન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્રારા કરવામાં આવ્યું હતું.

સમગ્ર મામલે છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રદેશ પ્રમુખ હર્ષિલ રોહિતે જણાવ્યું હતું કે, વિધાર્થીઓને ટેબ્લેટ માટે ભરેલા નાણાં બે વર્ષથી રાજ્યની યુનિવર્સીટી વાપરી રહી છે. કોરોના મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં જ્યારે સરકાર ઓનલાઇન શિક્ષણ પર ભાર મૂકી રહી છે. ત્યારે વિધાર્થીઓને ટેબ્લેટ ખૂબ મદદરૂપ થઈ શકે છે. આવા કપરા કાળમાં જે વિધાર્થીઓએ ટેબ્લેટ લેવા માટે ૧,૦૦૦ રૂપિયા યુનિવર્સીટીઓમાં જમા કરાવ્યા છે. તેમને ટેબ્લેટ મળે તે માટે અમારી માગ છે.

જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. ત્યારે પાટણથી ગાંધીનગર ૧૧૩ કિલોમીટર સુધીની પદયાત્રાએ જતાં છાત્ર યુવા સંઘષ સમિતિના કાર્યકરો ઉંઝા ત્રણ રસ્તા પાસે પહોંચતાં બી ડિવીઝન પોલીસે તમામ પદયાત્રાએ જનાર કાર્યકરોની અટકાયત કરી તેઓને બી ડિવીઝન પોલીસ મથકે લઈ ગયા હતા ત્યારે આપ ના કાર્યકરે જયાં સુધી વિધાર્થીઓને ટેબ્લેટ નહીં મળે ત્યાં સુધી પોતાની લડત ચાલુ રાખવાનું જણાવી બી ડિવીઝન પોલીસ મથકેથી તેઓને છોડવામાં આવશે ત્યારે છાત્ર યુવા સંઘષ સમિતિના તમામ છાત્રો ન.મો. ટેબ્લેટ વિધાર્થીઓને મળે તેના ન્યાય માટે પાટણથી ગાંધીનગરની પદયાત્રા ફરીથી ચાલુ કરવાની વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024