શ્રીમંત ફતેહિસહરાવ સાર્વજનિક પુસ્તકાલય , શ્રીમતી મૂળીબાઇ મહિલા સાર્વજનિક પુસ્તકાલય આયોજીત શ્રીમતી હર્ષાબેન ભરતભાઇ શાહના સૌજન્યથી સ્માર્ટ કલાસીસ પાટણની ઐતિહાસિક લાયબ્રેરીઆે દ્વારા બહેનોને રોજગારી મળી રહે અને આત્મનિર્ભર બને તેવા હેતુસર રાહતદરે વિવિધ પ્રકારનાં આર્ટ જેવા કે
એમ્બ્રોઇડરી , ફેબ્રીક પેઇન્ટીગ , સ્મોકીગ વર્ક , હેંગીગ આર્ટ , બટવા આર્ટ , ટવીલીગ આર્ટ , જવેલરી જેવાં તમામ પ્રકારનાં આર્ટ એકજ કલાસમાં ત્રણ મહિનામાં નિષ્ણાંત ટ્રેનર પાયલબેન બટુકભાઈ પટેલ દ્વારા શીખવવામાં આવશે . આ આર્ટ કલાસીસ તારીખ ૧૧-૭-ર૦ર૧ થી ૧ -૧૦-ર૦ર૧ સુધી ( ત્રણ મહિના ) સુધી દરરોજ બપોરે ૩ થી પ સુધી ચાલશે જેમાં સંપૂર્ણ કોર્ષ માત્ર રુપિયા ૬૦૦ ના રાહતદરે
મહિલા મંડળ , બાબુનાં બંગલાની સામે , ગુમડા મજિદ પાસે શીખવવામાં આવશે . આ આર્ટ કલાસીસમાં માર્યાદિત સંખ્યામાં માત્ર ૩૦ જ બહેનો ( ઉમર ૧પ થી ર૦ વર્ષ ) લેવાની હોવાથી આપનું રજીસ્ટ્રેશન તાત્કાલિક સંસ્થાનાં પ્રમુખ ડો . શૈલેષ બી . સોમપુરા – પીપળાગેટ, પાટણનો સંપર્ક કરવા ડો.શૈલેષ સોમપુરાએ જણાવ્યું છે.