પાટણ : બહેનો પગભર બને તે માટે બનાવવામાં આવી રાખડીઓ

- Advertisement -

This browser does not support the video element.

શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રીમતી મુળીબાઈ પુસ્તકાલય આયોજીત આર્ટ કલાસીસમાં રપ જેટલી બહેનો અવનવી આર્ટ શીખી રહી છે. રક્ષાાબંધન પર્વ નિમિત્તે બહેનોએ અવનવી આકષર્ક, મજબૂત અને પવિત્ર રાખડીઓ ભાઈઓ અને બાળકો માટે બનાવી રાહતદરે આપવાનું નકકી કરેલ છે.

તો આ બહેનો આત્મનિર્ભર બને અને સ્વરોજગારી મેળવે તે હેતુસર આ કળાને પ્રોત્સાહન આપવા રાખડીઓનું પ્રદર્શન જોવા તથા ખરીદવા માટે પાટણના નગરજનોને શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરીના પ્રમુખ શૈલેષ સોમપુરાએ જણાવ્યું હતું. તો આ આર્ટ કલાસીસમાં તાલીમ મેળવી રહેલી બહેનો દ્વારા મજબૂત અને ટકાઉ રાખડીઓની સાથે આકષક રાખડીઓ બનાવવામાં આવી રહી છે અને રોજની એક બહેન દ્વારા ૩૦ થી ૩પ જેટલી રાખડીઓ બનાવવામાં આવી રહી છે.

ત્યારે તાલીમ લઈ રહેલી બહેનો પગભર થઈ આત્મનિર્ભર બને તે માટે બજાર કિંમત કરતાં અડધી કિંમતમાં જ આ રાખડીઓનું વેચાણ કરવામાં આવતું હોવાનું તાલીમ મેળવી રહેલી તાલીમાર્થીએ જણાવ્યું હતું.