પાટણ : મેચની વચ્ચે દલિત બાળકે ઉઠાવ્યો બોલ, પુત્રને જમીનમાં દાટવાની ધમકી આપી, પિતાના હાથનો અંગુઠો કાપી નાખ્યો, મેવાણીએ આપ્યું અલ્ટિમેટમ

પોસ્ટ કેવી લાગી?

Patan : પાટણ જિલ્લામાં એક દલિત વ્યક્તિનો અંગૂઠો કાપી નાખવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક વિગત એવી છે કે પાટણ જિલ્લાની સ્કૂલમાં ક્રિકેટ એક બાળકે બોલ ઉપાડી લેતા મેચ રમતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. બાદમાં અમુક લોકોએ મધ્યસ્થી કરતા મામલો શાંત પડ્યો હતો. બાદમાં બાળકના પિતા અને કાકા પર હુમલો કરતા બાળકના કાકાનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ ઘટનાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે. પાટણના કાકોશીમાં ક્રીર્તિ વણકર નામના યુવક પર થયેલા હુમલા મામલે હુમલો કરનાર આરોપીને તાત્કાલિક પકડવા માંગ ઉઠાવી છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે રવિવારે વણકર પરિવાર ક્રિકેટ મેચ જોવા ગયો હતો. તે વખતે મેચ રમવા આવેલા અન્ય એક સમાજના યુવાને ટેનિસ બોલ આપવા જેવી બાબતે 8 વર્ષના બાળકને લાફા મારી, જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. જે બાબતે સમાધાન થયા બાદ પાછળથી સાત શખ્શો કાર લઈ આવી તલવાર જેવા જીવલેણ હથિયાર વડે બાળકના ઉપર હુમલો કરતા તેનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ બાબતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે. જેમણે આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રૂબરૂ મળીને આરોપીઓ સામે જ્યુવેનાઈલ એક્ટ, પોસ્કો, 120 -b, IPC -34 અને 307ની કલમો દાખલ કરવા રજૂઆત કરી છે અને જો આમ નહીં થાય તો આવતીકાલે પાટણ બંધનું એલાન કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કાકોશી ગામે જે દલિત સમાજ અને બીજા એક સમાજ વચ્ચે મેચ દરમિયાન થયેલી તકરારમાં આઠ વર્ષના રુદ્ર વણકર નામના એક માસુમ બાળકે દડો પાછો ન આપતાં સામેવાળા પક્ષના લોકો ઉશ્કેરાયા હતા. જેમાં સમાધાન થયા બાદ સામેવાળા પક્ષે ફરી ધમકી આપતાં ફરી સમાધાન થયું હતું. આ બાદ કાયરતા પૂર્વક આ આઠ વર્ષના બાળક ઉપર જાણે વેર વાળવાનું હોય એવી ભાવના સાથે એના પિતાનો હાથનો અંગુઠો અને ડાબા હાથની હથેળી કાપી નાખી. ચાકુ અને તલવારના ઘા કરી હત્યાની કોષિશ કરી. આઠ વર્ષના બાળકને અને એના પિતાને જાતિવિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા, બાળકને ગાલ ઉપર તમાચા માર્યા અને જમીનમાં દાટી દેવાની ધમકી આપી.

જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આટલી ગંભીર ઘટના હોવા છતાં હજી સુધી તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. IPCની લાગુ પડતી જ્યુવેનાઈલ એક્ટ, પોસ્કો, 120 -b, IPC -34 અને 307ની કલમો હેઠળ ગુનો દાલખ નથી કરાયો. પોલીસ ક્યાંક ને ક્યાંક પોલીસ આરોપીઓને બચાવી રહી હોય એવું લાગી રહ્યું છે. પોલીસે કંઇ કામ નથી કર્યું એવું નથી પણ જે ગંભીરતાથી કામ કરવું જોઇએ એ નથી કર્યું. આ પીડિત પરિવારને ન્યાય મળે એ માટે આજે રાજ્યના પોલીસ વડાને રુબરુ મળીને રજૂઆત કરી છે અને આવતીકાલે જરૂર પડ્યે પાટણ બંધનું એલાન પણ કરવાના છીએ.

અત્યાર સુધી શું કાર્યવાહી થઇ આ ઘટનામાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે ત્રણને ઝડપવાના બાકી છે. આ અંગે સિદ્ધપુર DySP કે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે, રવિવારે સાડા છ વાગ્યે ફરિયાદી અને આરોપીઓને ઝઘડો થયો હતો. એ બાબતે કુલ સાત આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ચાર આરોપીઓને ઝડપી લીધા છે. તપાસ દરમિયાન સિદ્ધરાજસિંહ નામના આરોપીને પણ ઇજા થયેલી છે.

શુ હતી સમગ્ર ઘટના ?

પાટણ જિલ્લાના કાકોશી ગામમાં શાળાના રમતના મેદાનમાં ક્રિકેટ મેચ જોતી વખતે બોલ ઉપાડ્યો હતો. જેને ઉપસ્થિતિએ વિરોધ ઉઠાવી દલિત સમુદાયના સભ્યોને અપમાનિત કરવા અને ડરાવવાના ઈરાદા સાથે કથિત રીતે જાતિવાદી અપશબ્દો પણ ઉચ્ચાર્યો હતો. બાદમાં છોકરાના કાકા ધીરજ પરમારે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. જોકે આ વેળાએ મામલો શાંત પાડયા બાદ મોડી સાંજે તિક્ષ્ણ હથિયારો સાથે ટોળું ઘસી ગયું હતું. જ્યા હુમલો કરતા કાકા કીર્તિનો અંગૂઠો કાપાઈ ગયો હતો અને ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં પોલીસ ફરિયાદ નોંધાતા ભારતીય દંડ સંહિતા 326, 506 (ગુનાહિત ધમકી) સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures