હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કેમ્પસમાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગની પાછળની બાજુએ કુલપતિ દ્વારા આજે વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું જેમાં આયુવેંદિક પ્રકારના છોડ પણ રોપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે યુનિવર્સીટીના કુલપતિ ઉપરાંત વિભાગના અધ્યક્ષ ડોકટર સંગીતા શર્મા અને પ્રોફેસર ડોક્ટર કોકિલાબેન પરમાર સહિત રસાયણશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ રહ્યા હતા.