પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીની જીત

પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વચ્ચે જંગ ખેલાયા બાદ અંતે ભાજપની જીત થઇ છે. આ બેઠક પર ભરતસિંહ ડાભીનો ભવ્ય વિજય થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પાટણ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ મંડાયો હતો.

પાટણ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ૧૯૬૭થી ૨૦૦૪ સુધી એસસી અનામત બેઠક રહી હતી. ૨૦૦૯થી સામાન્ય બેઠકમાં સમાવેશ થયો છે. ૨૦૧૪માં ભાજપના લીલાધર વાઘેલા કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ સામે વિજેતા બન્યા હતા.

આ બેઠક પર જગદીશ ઠાકોરનું લોકોને સમર્થન મળતું ઓછુ જોવા મળ્યુ છે. નરેન્દ્ર મોદીએ પ્રચારના અંતમાં પાટણની બેઠક પર પ્રચાર કરીને ઉમેદવારોને જીત અપાવવા અપીલ કરી હતી. છતાં ગામડાઓમાં ઠાકોરની મહેનત રંગ લાવતી દેખાઈ રહી છે. અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાએ પાટણ બેઠક પર તેનો સાથ છોડી દીધો હતો. તેવામાં જગદીશ ઠાકોરની જીત નિશ્ચિત મનાય છે. પરંતુ આખરી નિર્ણય તો પરિણામ સામે આવે ત્યારે જ ખબર પડશે.