જિલ્લાના વિવિધ સ્થળોએ ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્હી અને સિક્યોરીટી ઈન્ટેલીજન્ટ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી યોજાશે ભરતીમેળો

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્હી અને સિક્યોરીટી ઈન્ટેલીજન્ટ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી પાટણ જિલ્લામાં સુરક્ષા જવાન તથા સુરક્ષા સુપરવાઈઝરની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયામાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારોને તાલીમ આપી કાયમી નિમણુંક આપવામાં આવશે.

આજથી શરૂ થતી ભરતી પ્રક્રિયા માટે ધોરણ ૧૦ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. ૨૦ વર્ષથી ૩૫ વર્ષ સુધીની ઉમર, ૧૬૮ સે.મી. ઉંચાઈ તથા ૫૨ કી.ગ્રા. વજન ધરાવતા હોય તથા શારીરિક રીતે તંદુરસ્ત હોય તેવા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે. આ ભરતી પ્રક્રિયામાં ઉતિર્ણ થનાર ઉમેદવારોને ગાંધીનગર જિલ્લાના માણસા સ્થિત રીજનલ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ આપી સિક્યોરીટી ઈન્ટેલીજન્ટ સર્વિસ ઈન્ડિયા લી. માં ઉમેદવારને ૬૫ વર્ષની વય મર્યાદા સુધી કાયમી નિમણૂંક આપવામાં આવશે.

ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ, પુરાતત્વ વિભાગ, ઔદ્યોગીક એકમો, બંદરો,એરપોર્ટ્સ, બેંકો વગેરે જેવી જગ્યાઓ પર સુરક્ષા જવાન તથા સુપરવાઈઝર તરીકે નિમણૂંક આપવામાં આવશે. જે માટે સુરક્ષા જવાનને રૂ.૧૨,૦૦૦ થી ૧૫,૦૦૦ તથા સુપરવાઈઝરને રૂ.૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ સુધી પગાર ચૂકવવામાં આવશે. સાથે સાથે દર વર્ષે પગાર વધારો, પ્રમોશન, પી.એફ., ઈ.એસ.આઈ. દ્વારા મેડીકલ સુવિધા તથા બોનસ પણ આપવામાં આવશે.

પાટણ જિલ્લામાં તા.૧૭/૧૦/૧૯ ના રોજ સમી ખાતેની સમી માધ્યમિક શાળા, તા.૧૮/૧૦/૧૯ ના રોજ હારીજ ખાતેની કે.પી.હાઈસ્કુલ, તા.૧૯/૧૦/૧૯ ના રોજ રાધનપુર ખાતેના આદર્શ વિદ્યાલય, તા.૨૦/૧૦/૧૯ ના રોજ પાટણ ખાતેના બી.ડી.સાર્વજનિક વિદ્યાલય, તા.૨૧/૧૦/૧૯ ના રોજ સિદ્ધપુર ખાતેની એલ.એસ.હાઈસ્કુલ, તા.૨૨/૧૦/૧૯ ના રોજ ચાણસ્મા ખાતેની પી.પી.હાઈસ્કુલ ખાતે ભરતીમેળો યોજાશે.

આ પણ જુઓ – પાટણ પોલીસ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ।। PTN News ।। Gujarati News

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024