ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક સંપ્રદાયો નાં મંદિરો ભક્તજનો નાં આસ્થા રૂપે શોભાયમાન બની રહ્યા છે ત્યારે રવીવાર ના રોજ આ ધર્મની નગરી પાટણ શહેરમાં વડતાલ તાંબા નું કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાન આયોજિત પાટણ કટકીયાવાડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ના અંદાજીત રૂપિયા ૭ કરોડ નાં ખર્ચે નિમાણ પામનારા નવીન મંદિર નું ભૂમિપુજન પાટણ શહેરના પદ્મનાભ ચોકડી પાસે આચાર્ય કૈસેલેદ્ર પ્રસાદ ની અધ્યક્ષતા મા કરવામાં આવ્યું હતું.
પાટણ ખાતે અંદાજીત રૂ. ૭ કરોડ ના ખર્ચે સ્વામીનારાયણ ભગવાનનું અદ્યતન મંદિર બનશે. સાથે સાથે આ મંદિરમાં શ્રી નરનારાયણ દેવ સહિત રાધાકૃષ્ણ નું પણ મંદિર નિર્માણ કરાશે. સ્વામીનારાયણ મંદિર નાં ભૂમિપૂજન બાદ મંદિર પરિસર ની જગ્યા માં સંતોનાં વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ભૂમિપૂજન પ્રસંગે યોજાયેલ સત્સંગ સભામાં હરિ ભક્તો ને સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. સાથે સાથે પર્યાવરણનુ જતન અને સ્વચ્છતા પર ભાર મુકયો હતો .
મંદિરો શા માટે બનવા જોઈએ તે અંગે સંતોએ જણાવ્યું હતું કે આવનાર પેઢી ને આપણી સાંસ્કૃતિક વારસો સંસ્કાર અને ધર્મજ્ઞાન મળે તે માટે મંદિરનાં નિર્માણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.