મહિલાઓને આર્થિક રીતે પગભર કરી સ્વાવલંબી બનાવવાના પ્રયાસરુપે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રીના શાસનકાળને પાંચ વર્ષ પૂર્ણ થતાં નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કષ યોજના હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી દવારા મહિલા અને બાળ વિકાસ અંતર્ગત પાટણ જિલ્લાની બાર નવનિમિત્ત આંગણવાડીઓના ઈ-લોકાર્પણ અને નિર્માણ પામનાર સોળ આંગણવાડીઓનું ઈ-ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

ત્યારે પાટણ તાલુકાના ગોલાપુર ગામે તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલા તથા પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ ના હસ્તે આંગણવાડીનું વિદવાન પંડિતો દવારા શાસ્ત્રોકત વિધિ વિધાનથી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ ના પ્રમુખ મગનભાઈ પટેલ પાટણ તાલુકા ભાજપ ના મહામંત્રી જલાજી ઠાકોર ગોલાપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત ભાજપના કાર્યકરો- આગેવાનો અને ગ્રામજનો હાજર રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024