ચાણસ્મા : કિસાન સન્માન દિવસ અંતર્ગત યોજાયા ખેડૂતલક્ષી કાર્યક્રમ

ચાણસ્મા ખાતે આવેલા શારદાબા સંસ્કાર ભવનમાં પાટણ જિલ્લાનો કિસાન સન્માન દિવસ ઉજવાયો હતો. જેમાં જાગૃતિબેન પંડ્યા, ચેરમેન ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરથી ખાસ હાજર રહયા હતા. સુપ્રીતિસઘ ગુલાટી કલેકટર પાટણ રમેશ મેરજા જિલ્લા વિકાસ અધિકારી પાટણ અમિતભાઈ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર ચાણસ્મા યુજીવીસીએલ પાટણ ભાજપના આગેવાનો અને ચાણસ્મા તાલુકાના પ્રજાજનો તથા જિલ્લા માંથી આવેલા પ્રજાજનો હાલના સમયની અંદર રાસાયણિક ખેતી કરવાની જગ્યાએ કુદરતી ખેતી કરવામાં આવક બમણી થાય છે.

રાસાયણિક ખાતરો થી જમીનમાં ઝેર આેકતા હોય એવો ભાસ થાય છે.આપણે આપણી માતાને જ રાસાયણિક ખાતર નામનું ઝેર આપી રહ્યા છેતેની જગ્યાએ છાણીયું ખાતર વાપરવું જરૂરી છે એની સાથે સાથે રાસાયણિક ખાતર અને દવાઆેનો છંટકાવ જો બંધ કરવામાં આવે તો ભવિષ્યમાં સારી એવી કમાણી કરી શકીશું. આ પ્રસંગે ખેડૂત અશ્વિનભાઈ પટેલને પ૧ હજાર રૂપિયાનું ઈનામ આપીને નવાજવામાં આવ્યા હતા. ખેડૂતોને દવા છાંટવાના પંપ તારની વાડ, તાડપત્રી આપવામાં આવી હતી.

આ સમયે જુદી જુદી કંપનીના વાહનો પણ ડેમો માટે આવ્યા હતા આજના આ કાર્યક્રમમાં ચાણસ્માના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરની ગેરહાજરી વર્તતા ખેડૂતોમાં તર્ક-વિતર્કો થઇ રહ્યા હતા.