જીવદયા પ્રેમીઓ દ્વારા ઈજાગ્રસ્ત ગાયની સ્થળ પર જ સારવાર કરી જીવદયાની ભાવના ને ઉજાગર કરી..
અબોલ જીવો નાં માલિકો દ્વારા પોતાનો સ્વાર્થ છોડી આવા અબોલ જીવોની દેખરેખ રાખવી જોઈએ..
ભારે વાહનોના ચાલકો એ રોડ પર આરામ ફરમાવતા અબોલ જીવો ને ધ્યાનમાં રાખીને પોતાના વાહનો હંકારવા જીવદયાપ્રેમી ઓની અપીલ..
પાટણ શહેરના પારેવા સર્કલ રોડ સાઈડ બેઠેલી ગાય નાં પગ ઉપરથી શનિવારની વહેલી સવારે રેતી ભરેલાં કોઈ અજાણ્યા ટર્બો ચાલકે પોતાનો ટર્બો હંકારતા ગાયનો પગ ચગદાઈ જતાં લોહી ની ધારા વહી રહી હતી.
ત્યારે આ માગૅ પરથી પસાર થતા શ્વાન પ્રેમી અને જીવદયાની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકવાણી સાપ્તાહિક નાં તંત્રી રાજુભાઈ ત્રિવેદીએ સહિતના જીવદયાપ્રેમીઓએ તાત્કાલિક આ ઈજાગ્રસ્ત ગાયના પગની સ્થળ પર જ સારવાર કરી જીવદયાની ભાવનાને ઉજાગર કરી હતી.
પાટણ શહેર નાં વિવિધ માર્ગો પર આરામ ફરમાવતા આવા અબોલ જીવો ઉપરથી અવાર નવાર ભારે વાહનોના ચાલકો પોતાના વાહનો ગફલતભરી રીતે હંકારી અબોલ જીવો ને ઈજાગ્રસ્ત બનાવતાં હોવાનાં કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે ત્યારે આવા અબોલ જીવો નાં માલિકો દ્વારા પણ પોતાનો અંગત સ્વાર્થ ભુલીને પોતાના અબોલ જીવો ની કાળજી રાખવી જરૂરી બની હોવાનું જીવદયાપ્રેમી ઓએ જણાવ્યું હતું.તો વાહન ચાલકો એ પણ રોડ ઉપર આરામ ફરમાવતા આવા અબોલ જીવોને ધ્યાનમાં રાખીને પોતાના વાહનો ધ્યાનથી હંકારવા જોઈએ તેવું જીવદયાપ્રેમી રાજુભાઈ ત્રિવેદીએ વાહન ચાલકો ને અપીલ કરી હતી.
પારેવા સર્કલ નજીક વહેલી સવારે બનેલી ઘટના નાં પગલે જીવદયાપ્રેમી રાજુભાઈ ત્રિવેદી, નિશાંત સોની,યાજ્ઞિક પ્રજાપતિ, મહેશભાઈ ચૌધરી સહિત નાં જીવદયાપ્રેમી ઓની સેવાકીય પ્રવૃત્તિ ને શહેરીજનોએ બિરદાવી હતી.