હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી દ્વારા રૂસાની ગ્રાન્ટમાંથી વિધાર્થીઆેને અભ્યાસમાં તેમજ ઉચ્ચ સંશોધનમાં ઉપયોગી થાય તે અનુસંધાને ગ્રંથાલયમાં રૂપિયા ૧.૪પ કરોડના ખર્ચે ૪૭૮૪ પુસ્તકો ખરીદવામાં આવ્યા છે. યુનિવિર્સટીને નેક દ્વારા એ ગ્રેડ પ્રાપ્ત થતા રૂસા દ્વારા ર૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

જે પૈકી ર કરોડ યુનિવિર્સટી દ્વારા ગ્રંથાલય વિભાગને ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી ગ્રંથાલય વિભાગ કમિટી દ્વારા મંજુર કરેલા સભ્યોની પુસ્તક ખરીદીની કમિટી બનાવી દરેક વિભાગોમાંથી ઉપયોગી અને જરૂરિયાતવાળા પુસ્તકોની યાદી મંગાવી ખરીદી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વર્ષ ર૦૧૬-૧૭માં ૯૦ લાખના ખર્ચે ૩૭૦૯ પુસ્તકો ખરીદ્યા હતા. વર્ષ ર૦૧૮-૧૯માં બીજા પપ લાખના ખર્ચે ૧૦૭પ પુસ્તકો ખરીદ્યા છે.

જેમાં આર્ટસ, સાયન્સ, કોમર્સના અભ્યાસક્રમ સહિત રેફરન્સ અને માનવ વિદ્યાના તેમજ ઉચ્ચ સંશોધન માટે વલ્ર્ડ બુક ફેિસ્ટવેલ દિલ્હી સહિતના રાજ્યોના પ્રતિિષ્ઠત રિસર્સ બુક સેન્ટરો, રાજ્યના પ્રકાશન સ્ટોરમાંથી કમિટી દ્વારા મંજૂરી લઈ જરૂરી પુસ્તકો ખરીદવામાં આવ્યા છે.

આ તમામ પુસ્તકોનું એક રજીસ્ટ્રેશન બનાવી તેની અલગથી લાઇબ્રેરી બનાવી છે. કુલ ૪૭૮૪ પુસ્તકોમાં રૂ .૧૦૦ થી પ હજાર સુધીના કિંમત ના મોટા ભાગના પુસ્તકો છે. પરંતુ સાયન્સ અને સંશોધન માટેના પુસ્તકોની ૧૦ થી ૧૮હજાર સુધીની ઊંચી કિંમતના ૧૦૦ થી વધુ પુસ્તકો છે તો ધ એન્સી આેફ ઇવોલુશન બાયોલોજી નામની પુસ્તકના ચાર સેટ જ ૧.૧૧ લાખના ખર્ચે ખરીદવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024