પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેિક્સનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ત્યારે પાટણ શહેરના નવ જેટલા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓન સ્પોટ વેક્સીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
જ્યાં સવારથી જ ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના લોકો મોટી સંખ્યામાં કોરોના વેકેશીન લેવા માટે કતારો માં જોવા મળી રહ્યા છે. એક તરફ કેટલાક લોકો કોરોના વેિક્સન માટે આેનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને આવતા હોય છે

તો કેટલાક લોકો સ્થળ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી વેિક્સન લેવા આવતા હોવાના કારણે લોકોની લાંબી ભીડ વેિક્સન સેન્ટર ઉપર જોવા મળી રહી છે.
પાટણ શહેર નાં વિવિધ વેિક્સનેશન સેન્ટર ઉપર માર્યાદિત વેિક્સન સ્ટોક હોવાના કારણે લોકો વેિક્સન લેવા માટે પડા પડી કરતા હોય તેવા દ્રશ્યો પણ સર્જતાં હોય છે.

પાટણ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુદાજુદા ૯ સ્થળોએ કોરોના વેક્સીનેશન સેન્ટર કાર્યરત બનાવવામાં આવ્યા છે. ત્યારે શુક્રવારના રોજ શહેરના ભદ્ર વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપર કાર્યરત કરાયેલા કોરોના વેિક્સન સેન્ટર ઉપર વેિક્સન સેન્ટર ઉપર વેિક્સન લેવાની બાબતને લઈને બે મહિલાઆે વચ્ચે ચકમક ઝરતાં ફરજ પરના કર્મચારીઆે દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024