આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીનું પર્વ હોઈ પાટણ શહેરના ફુલ બજારમાં તેજીનો પવન ફુંકાયો હતો. અને દરેક ફુલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.
ચાલુ દિવસમાં પાંચ કે દસ રૂપિયામાં મળતાં ફુલોનો ભાવ આજે વીસથી ત્રીસ રૂપિયાની આસપાસ થઈ ગયો હતો. તેમ છતાં ફુલ બજારમાં ફુલ ખરીદવા લોકોની ભીડ જોવા મળી હતી.
બંને ધાર્મિક ઉત્સવ હોઈ શ્રધ્ધાળુઓએ ભગવાનને વિભિન્ન ફુલો અર્પણ કરી ધાર્મિક વિભાવનાની જ્યોત જગાવી હતી.