પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે ચતુદિવસીય ગણેશોત્સવનો પ્રારંભ કરાયો હતો. નિર્ગણ નિરાકાર અને સગુણ સાકારનું વિરાટ દર્શન એટલે ગણપતિ દાદા. જેમને એક દંતાય ગૌરી સુતાય, વક્રતુન્ડાય, વિધ્નહર્તાથી સંબોધન કરાય છે તેવા ગણેશજીનું સ્થાપન આજરોજ ઢોલ, નગારા, અબિલ ગુલાલ સાથે ક્રિષ્ના ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલ અને લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના સ્ટાફ પરિવારે દાદાને નીજ સ્થાને બિરાજમાન કર્યાં હતા.

ગણેશ સ્થાપન બાદ દાદાની આત્મીયભાવ સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારે આરતી ઉતારી હતી. આ પ્રસંગે લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ અને ક્રિષ્ના ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલના વિદ્યાર્થીઓએ સુંદર ગણપતિ દાદાનો ડાન્સ રજૂ કરી ગણેશોત્સવ મય વાતાવરણ બનાવી દીધુ હતું. સાથે સાથે ટિવંકલ ટિવંકલ લિટલ સ્ટાર ગણપતિ બાપા સુપર સ્ટાર પ્રસાદમાં શીરો ગણપતિ બાપા હીરો ના જયઘોષ કરાયા હતા.

આ પ્રસંગે શાળાના મેનેજીંગ ડીરેકટર અમિતભાઈ પટેલ, પ્રમુખ દિનાબેન પટેલ, ડાયરેકટર એલ.કે. પટેલ સહિતના ઉપસ્થિત રહી ગણેશોત્સવ કાર્યક્રમના સહભાગી બન્યા હતા અને અંતે વિદ્યાર્થીઓમાં પ્રસાદનું વિતરણ કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024