Patan
પાટણ (Patan)માં પ્રવાસે આવેલ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ નિહાળી હતી. આ દરમિયાન તેમની સાથે રહેલ કાફલો પણ ટિકિટ વગર જ પ્રવેશ થઇ ગયો હતો. નેતાઓ માટે કોઈ ટિકિટની જરૂર ન પડતી હોવાની બાબત ચર્ચાસ્પદ બની છે.
આ બાબતને લઇ પાલિકાના કોર્પોરેટર દ્વારા સીઆર પાટીલ અને તેમના ભાજપના 70 સભ્યોની ટિકિટ દરના જે પૈસા થતા હોઈ તે બે દિવસમાં ભરપાઈ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે.
આ પણ જુઓ : કંગનાની ઓપન ચેલેન્જ : 9 સપ્ટેમ્બરે આવી રહી છું મુંબઇ…
કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે રાણકી વાવ એ પુરાત્વ વિભાગની અંદર આવતી હોવાથી પ્રવેશ માટે દરેકને ટિકિટ લેવી પડે છે. પરંતુ ભાજપના નેતા અને કાર્યકરોએ ટિકિટ લીધી નથી તે ખરેખરે સતાનો ખોટો ઉપયોગ કહેવાય.
ઉપરાંત કહ્યુ તેમણે છે કે જો ટિકિટના પૈસા નહીં ભરે તો શહેરની પ્રજાને સાથે રાખી બજારના વેપારીઓ, લારી ગલ્લા ધારકો, સરકારી કચેરીના કર્મચારીઓ પાસેથી ભીખ માંગીને પીએમ રાહત ફંડમાં રાણકી વાવના પ્રવેશ ફીના નાણાં જમા કરાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.