પાટણ જિલ્લાના સાંતલપુરમાં વિઝીલન્સના દરોડા, કાર્બાઈડ કોલસાનું કૌભાંડ ઝડપાયુ. કચ્છથી સાંતલપુર ખડકાતો હતો કાર્બાઈડ કોલસો. કાર્બાઈડ કોલસામાં ભેળસેળ કરીને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુ. જેમાં ૨ કરોડથી વઘુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સાંતલપુર તાલુકાના બાબરા પાટીયા નજીક સાતમા મેલ ખાતેથી કોલસાનો કાળો કારોબાર ઝડપાયો હતો. સાંતલપુર તાલુકામાં સ્ટેટ મોનીટરીંગ વિઝીલન્સની ટીમે કરી મોટી કાર્યવાહી.
વિઝીલેન્સની ટીમે લીગનાઈટ કોલસાની મોટી ચોરી ઝડપી પાડી. વિઝીલન્સની ટીમે 3 ટ્રેલર, 3 કાર, 3 બાઈક, 8 મોબાઈલ, ૨ હિટાચી, 1 લોટર, સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા.
ત્યારે વિઝીલેન્સની ટીમે કુલ 2 કરોડ 11 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હોવાનું જાણવા મળ્યુ હતું.