પાટણનું ઐતિહાસિક પુસ્તકાલય શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરી તથા શ્રીમતી મૂળીબાઈ લાઈબ્રેરીમાં ચાલતા આર્ટ કલાસીસમાં રપ જેટલી બહેનો નિયમિત આર્ટ શીખી રહી છે.
શનિવારે ગુરુપૂર્ણિમાના દિવસે આર્ટ કલાસમાં બહેનોને નિયમિત રીતે ફેબ્રીક પેઈન્ટીંગ, એમ્બ્રોઈડી, જવેલરી, રાખડી આર્ટ વગેરે શીખવનાર માસ્ટર અજુભાઈ રાજસ્થાની તથા પાયલબેન બટુકભાઈ પટેલનું કલાસની બહેનો દવારા પુષ્પગુચ્છથી પૂજન કરવામાં આવ્યું હતું અને તમામ બહેનોએ ગુરુને વંદન કરી વધુને વધુ કાળા શીખે તેવા આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે લાયબ્રેરીના પ્રમુખ ડો.શેલેષ બી. સોમપુરા, સુરેશ દેશમુખ, ચેતન દેસાઈ તથા મહાસુખભાઈ મોદી તથા વિધાથીની સપનાબેન ઠાકોર દવારા પ્રાસંગિક ગુરુ-શિષ્યના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી. મહાસુખભાઈ મોદી તરફથી બહેનોને બે હજાર રુપિયાની ભેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવી હતી.