પાટણ : લાયન્સ કલબ દ્વારા કરવામાં આવ્યું વૃક્ષાારોપણ

ગ્લોબલ વોમિંગની અસરને નાથવા રાજય સરકાર દ્વારા વૃક્ષાારોપણ કરી તેનું જતન કરવા ગુજરાતવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે જેના ભાગરુપે પ્રદેશ અધ્યક્ષા સી.આર.પાટીલના જન્મદિન નિમિત્તે ભાજપના કાર્યકરો, આગેવાનો અને હોદેદારો સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા વૃક્ષાારોપણ કરી પ્રકૃતિનું જતન કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે લાયન્સ કલબના પૂર્વ પ્રમુખ અને વિવિધ સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે જોડાયેલા મુકેશ પટેલના જન્મદિન નિમિત્તે યુનિવર્સીટી ખાતે લાયન્સ કલબ ઓફ પાટણના સહયોગથી ર૧ જેટલા વૃક્ષાોનું વૃક્ષાારોપણ કરવામાં આવ્યું હતું અને આ વૃક્ષાોના ઉછેર અને જતન માટેની સંપૂર્ણ જવાબદારી લાયન્સ કલબે સ્વીકારી હતી.

આ પ્રસંગે મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગ્લોબલ વોમિંગની અસરને નાથવા અને પ્રકૃતિના જતન માટે દરેક દેશવાસીઓએ પોતાના સારા અને નરસા પ્રસંગે પોતાની યથાશકિત પ્રમાણે વૃક્ષાનું વાવેતર કરી તેનું જતન કરવા અપીલ કરી હતી.