ર૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમીતે વલ્ર્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે આક્રોલોજી વિભાગ અને સંગીત નાટ્ય એકેડેમીના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વરસતા વરસાદમાં રાણકી વાવની અંદર અને બહારના કેમ્પસમાં માર્યાદિત લોકોની હાજરીમાં યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ઉત્સાહ ભેર યોગ દિવસની ઉજવણી કરી હતી.

ર૧ જૂન વિશ્વ યોગ દિવસ દેશભરમાં આજે ૭ મો યોગ દિવસ ઉજવાયો હતો. ત્યારે પાટણ શહેરમાં કોરોના ગાઈડલાઈન મુજબ વિવિધ જગ્યાઆે પર લોકોએ એકત્ર થઈ સોિશ્યલ ડિસ્ટન્સ સાથે યોગ કર્યો હતા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે આક્રોલોજી ડિપાર્ટમેન્ટ અને સંગીત નાટ્ય એકેડેમી સંયુક્ત ઉપક્રમે વલ્ર્ડ હેરીટેઝ રાણકીવાવ ખાતે યોગ ટ્રેનર કિંજલબેન પટેલ દ્વારા રાણકીવાવમાં વરસતા વરસાદમાં અંદર અને બહાર વિવિધ આસનો અને પ્રાણાયામ સહિતના યોગ કર્યો હતા.

પુરાતત્વ વિભાગના અધિકારી સુબ્રમણ્યમએ જણાવ્યું હતું કે, યોગનો દેશભરમાં પ્રચાર થાય અને લોકો યોગ કરીને સ્વસ્થ રહે છે અને પોતાના જીવનમાં યોગનું મહત્વ સમજે એવા આશયથી આજે યોગ દિવસની રાણકી વાવ ખાતે ઉજવણી કરવામાં આવી છે. અમારા વિભાગ દ્વારા દેશના ૪૯ સ્થળો પરઆ રીતેની ઉજવણી કરવામાં આવી હતી.

સંગીત નાટય એકેડેમીના અંકુર પઠાણે જણાવ્યું હતું કે, રાણકી વાવ ખાતે વરસાદ વચ્ચે પણ ટીમ દ્વારા ભારે ઉત્સાહ સાથે યોગા અને સંગીત નાટ્ય અકાદમી દ્વારા કલ્ચર પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. લોકોએ યોગને ઔષધિ સમાન ગણી તેને જીવનમાં સ્વસ્થ રહેવા માટે ઉપયોગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024