પાટણની બહેરા મુંગા શાળા પાટણ ખાતે સંસ્થાના મંત્રી દેવેન્દ્રભાઈ સાલવીના અધ્યક્ષા સ્થાને વલ્ર્ડ ડ્રગ એબ્યુઝ અવેરનેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અખિલ હિંદ મહિલા પરિષદ પાટણના ઉષાબેન, પેરાલીગલ વોલેન્ટીયર નમ્રતાબેન ઠકકર, પિ્રન્સીપાલ કુસુમબેન ચંદારાણા વગેરેએ ડ્રગ એટલે શું? તેના પ્રકાર જેવા કે ગુટકા, દારુ, સુંઘવાથી થતો નશો, ઈન્જેકશન દવારા લેવામાં આવતો નશો, પાઉડર સ્વરુપે લેવામાં આવતો ધુમ્રપાન દવારા વગેરે નશા લગત માહિતી આપવામાં આવી હતી.

તેમજ નશાથી થતાં આર્થિક, સામાજીક, કૌટુંબિક, શારીરિક નુકશાન લગત વિસ્તૃત માહિતી આપી હતી તેમજ જો નશાની આદત પડી ગઈ હોય તો તે છોડવા માટે ડોકટરનો, ઘરના સભ્યોનો તેમજ સમાજનો શું રોલ છે તે લગત જાણકારી આપવામાં આવી હતી. અધ્યક્ષાસ્થાનેથી દેવેન્દ્રભાઈએ નશા માટે જવાબદાર ફેકટર જેવા કે ઈમોશનલ, સોશીયલ, ઈકોનોમીકસ ફેકટર્સ લગત ચર્ચા કરી હતી.

કાર્યક્રમમાં દુભાષીયા તરીકે અનિતાબેન દવેએ ફરજ બજાવી હતી. વર્ષભ ઠકકર તથા જયંતભાઈ ગાંધી બંને મુકબધીર મિત્રોએ પોતાની દુકાનમાં હવે પછીથી ગુટકાનું વેચાણ બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમનું ડોકયુમેન્ટેશન ઘેમરભાઈ દેસાઈએ તથા આભારવિધી મનુભાઈ રાઠવાએ કરી હતી. હાજર રહેલ શાળાની નજીક રહેતી બહેનોએ પણ પોતાના પતિ, પુત્રને નશો કરી ઘેર આવે તો સાથે મળી તેનો બહિષ્કાર કરવાની ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024