ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજયના મંત્રી બન્યા બાદ પ્રથમ વખત પાટણ આવતાં તેઓનું પોલીસ હેડકવાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ગૃહમંત્રીના હસ્તે પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષાારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ અધિક્ષાકની કચેરી ખાતે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણ પોલીસ જવાનોને પ્રશંસનીય કામગીરી બદલ પ્રમાણપત્રો આપી સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
તો ત્રણ ડીવાયએસપી, પી.આઈ. સહિત બાવીસ જેટલા જવાનોને ગૃહમંત્રીના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.