કુંવારીકા સરસ્વતી નદીના કિનારે વસેલા પાટણની પૂણ્યશાળી ભૂમિ ઉપર યોજાનાર ભગવાન જગન્નાાથની રથયાત્રા મહોત્સવમાં કાળીયો ઠાકર અને તેનો પરિવાર અલભ્ય રેશમી વસ્ત્રો અને રત્નજડિત આભૂષણોમાં સજ્જ થઈ શહેરના રાજમાર્ગો પર તેના રજવાડી ઠાઠમાં ભક્તજનોને દર્શન આપવા નગરચચાએ નીકળશે. ત્યારે શામળીયાના રત્નજડિત વિવિધ અલંકારોના કસબીઓ દ્વારા તૈયાર કરાયેલ આભૂષણોને લઇને ઐતિહાસિક નગરીનો અનોખો સમન્વય સર્જયો છે.

ઐતિહાસિક પાટણનગરના લોકોનું ભાતીગળ લોકજીવન નિરાળું છે. સવાસો સૈકાઓ કરતાં પણ વધુ સમયથી આ ભૂમિ પર યોજાતી ભગવાન જગન્નાાથની રથયાત્રામાં હજારો શ્રદ્ઘાળુઓની આસ્થા જોડાયેલી છે. ત્યારે જગન્નાાથની ૧૩૯મી રથયાત્રામાં સૌરાષ્ટ્રની ઐતિહાસિક ધન્ય ધરાના કસબીઓ દ્વારા તૈયાર કરાયેલા ભગવાન જગન્નાાથ, ભ્રાતા બલભદ્ર અને બહેન સુભદ્રાના રત્નજડિત આભૂષણો, મુગટ સહિતના ગોલ્ડ પ્લેટે હારતોરાના રજવાડી ઠાઠમાં જગદીશનો પરીવાર સજીધજીને શ્રધ્ધાળુ ભક્તોને દર્શન આપવા પાટણની ઐતિહાસિક નગરીના રાજમાર્ગો પર નીકળશે.

જગદીશ મંદિર ટ્રસ્ટી પીયૂષ ભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે, આ વખતે જગન્નાાથ ભગવાનના પરિવારના આભૂષણો રાજકોટના કસબીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તે તમામ અલંકારો મંદિર ટ્રસ્ટ દ્વારા પાટણ મુકામે લાવવામાં આવ્યા છે.

આગામી શનિવારે જગત નિયતાના મહાઅભિષેકની પૂજાવિધિ પૂર્ણ થયા બાદ અષાઢી બીજની મંગલકારી તિથીના દિવસે જગતના નાથ સહિત તેના પરીવારની મૂર્તિઓ પર રત્નજડીત આભૂષણો પહેરાવામાં આવશે અને શામળીયો રાજાશાહી ઠાઠમાં શહેરના રાજમાર્ગો પર પોતાની અમીદૃષ્ટિના અજવાળા પાથરી નગરચયા એ નીકળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024