પાટણ નગરપાલિકા દ્વારા મોન્સુન પિ્ર-પ્લાન અંતર્ગત કેનાલોની સફાઈ હાથ ધરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં જ પડેલા વરસાદને પગલે ફિલ્ટર પ્લાન્ટ આગળ આવેલી કેનાલોમાં પાણી અવરોધાતા આ વરસાદી પાણી વત્રાસર કેનાલમાં જતું ન હોવાનું શાસક પક્ષાના નેતા દેવચંદ પટેલને ધ્યાનમાં આવ્યું હતું.
ત્યારે આગામી સમયમાં ચોમાસાની ઋતુમાં વધુ પડતો વરસાદ પડે ત્યારે આનંદ સરોવરમાંથી વરસાદી પાણી સરળતાથી વત્રાસર કેનાલમાં વહી જાય અને આજુબાજુની સોસાયટીઓના રહીશોને તકલીફ ન પડે તે હેતુથી આજરોજ કેનાલોની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી ત્યારે વોટર વર્કસ સમિતિના ચેરમેન દિક્ષાીત પટેલ, શાસક પક્ષાના નેતા દેવચંદ પટેલ, ભરત પ્રજાપતિ, મુકેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ શહેરના ફિલ્ટર પ્લાન્ટ પાસેની કેનાલો હિટાચી મશીનથી સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.
કેનાલમાં પડેલો કાદવ કિચડ સહિત ઉગી નિકળેલા બિન જરુરી ઝાડી-ઝાંખરાઓને દુર કરી કેનાલને સમતળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને આ હિટાચી મશીન દ્વારા શહેરના ફિલ્ટર પ્લાન્ટની કેનાલથી લઈ છેક આનંદ સરોવર સુધીની કેનાલોની સાફ સફાઈ હાથ ધરી ચોમાસા દરમ્યાન વધુ પડતાં વરસાદને લઈ પાણી અવરોધાય નહીં તેની કામગીરી આરંભી હોવાનું શાસક પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું.