પાટણમાં જનતા હોસ્પિટલ નજીકની રહેણાંક સોસાયટી વિસ્તારમાં રાત્રીના સુમારે સાપ આવી જતા સોસાયટી વિસ્તારનાં રહિશોમા થોડીવાર માટે નાસ ભાગ અને અફડા તફડીનો માહોલ સર્જાયા હતો.
પાટણ જીલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવાર અન્ય વિવિધ માનવ રહેણાક વિસ્તારોમાં ઝેરી સાપ આવવાના કિસ્સાઓ ઘણી વખત પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આવો જ એક સાપ આવવાનો બનાવ પાટણ શહેરની જનતા હોસ્પિટલ નજીકનાં વિસ્તારની સોસાયટીમાં બનવા પામ્યો હતો તે દરમ્યાન જનતા હોસ્પિટલ નજીકની સોસાયટી વિસ્તારમાં લોકોમાં થોડીવાર માટે જીવ પડીકે બંધાઈ ગયા હતા.
જયારે કેટલાક સ્થાનિક રહીશો દ્ઘારા પાટણમાં એક પેટ્રોલ પંપ ચલાવતા અને જીવદયા ની સેવાકીય પ્રવૃિત્ત સાથે સંકળાયેલા બંટીભાઈને જાણ કરાતા બંટીભાઈ તાત્કાલિક ધોરણે સાપનુ રેકસયુ કરવા આવી પહોંચ્યા હતા અને કાફી જહેમત બાદ સાપને બંટીભાઈ તેમજ તેમની દ્ઘારા રેકસયુ કરી એક પ્લાસ્ટિકના ડબ્બામાં પુરી સાપને જીવતો સહી સલામત રીતે લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ પાટણ જનતા હોસ્પિટલ નજીકની સોસાયટીઓનાં રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.