પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યા ના નિવારણ માટે સોમવારના રોજ પાટણ નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખા દ્વારા શહેરના જુદા જુદા પંપીંગ સ્ટેશન ખાતે રાઇઝિંગ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર ચોક્અપ બનતી ભૂગર્ભ ગટરોના કારણે માર્ગો પર દૂષિત પાણી ઉભરાતા હોય છે. ત્યારે વારંવાર ઉદભવતી ભૂગર્ભ ગટર ચોકઅપ બનાવવાની સમસ્યાના નિવારણ અર્થે પાટણ નગરપાલિકા દ્વારા અંદાજીત રૂપિયા ૯૬.૪૩ લાખના ખર્ચે સુભાષચોક પંપીંગ સ્ટેશન થી મીરા દરવાજા સુધી ની નવીન ડી આઈ રાઈઝીગ લાઈન ના કામ ને મંજુર કરવામાં આવેલ જે અંતગર્ત શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના પ્રથમ દિવસે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ના વરદ હસ્તે કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સાથે સાથે શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઇન નાખવાનાં ૬.૪૯ લાખનાં કામનું પણ છિડીયા પંપીંગ સ્ટેશન ખાતે થી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકા ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન જયેશ પટેલ સહિતના નગરપાલિકાના કોપોરેટરો, કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.