આગામી સમયમાં આવનાર તહેવારોમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જનજાગૃતિ કેળવાય તે માટેના પ્રયત્નો કરવા મીડિયાના સહયોગની કરી અપીલ

પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓ સાથે કોવિડ-૧૯ જનજાગૃતિ ઝુંબેશ અંતર્ગત બેઠક યોજતાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી

આગામી સમયમાં ઉજવાનાર તહેવારોના સમયમાં જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ વધવાની શક્યતાઓ નિવારવા જનજાગૃતિ કેળવાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી.
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, થોડા દિવસોમાં શરૂ થતા નવરાત્રી તથા ત્યારબાદના દશેરા, દુર્ગા પૂજા, શરદપૂનમ, ઈદ, દિવાળી અને બેસતુ વર્ષ જેવા ઉત્સવોમાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ વધવાની પૂરી સંભાવના છે. આવા સમયે લોકો જાહેર ઉજવણીઓમાં ભાગ લેવાનું ટાળે, ફરજીયાત માસ્કનો ઉપયોગ અને સામાજીક અંતર જાળવે તે માટે જાગૃતિ કેળવાય તે જરૂરી છે.

વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, સરકારશ્રી દ્વારા રેલી, મેળા, શોભાયાત્રા અને ગરબા જેવા સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે જિલ્લા વહિવટી તંત્રની પૂર્વ મંજૂરીથી ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ યોજવાની છૂટ છે પરંતુ સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ નાગરીકો આ વર્ષે તહેવારોની ઉજવણી ઘરમાં જ રહી પોતાના પરિવારજનો સાથે કરે તેવી અપીલ છે.

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવી રહેલી કામગીરીની રૂપરેખા રજૂ કરી કલેક્ટરશ્રીએ કોવિડ-૧૯ના સંક્રમણમાં ઘટાડો થાય તે માટે લોકોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હેન્ડ વૉશ બાબતે જાગૃતિ કેળવવા મીડિયાકર્મીઓને અપીલ કરી હતી. કલેક્ટરશ્રીએ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા તથા જિલ્લા વહિવટી તંત્રની કામગીરી બાબતે સુચનો આવકારી તેના પર એક્શન લેવા બાંહેધરી આપી હતી.


મીડિયાના પ્રતિનિધિશ્રીઓ સાથે સૌજન્ય મુલાકાત પ્રસંગે વહિવટી તંત્રની કામગીરીને લગતાં જરૂરી સુચનો તથા હકારાત્મક બાબતોને લોકો સુધી પહોંચાડવા પણ કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને અનુરોધ કર્યો હતો. અંતમાં બેઠકમાં ઉપસ્થિત તમામ લોકોએ કોરોના વોરિયર તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. આ બેઠકમાં પાટણ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી તથા માહિતી મદદનીશશ્રી કૌશિક ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024