પાટણની જનતા હોસ્પિટલમાં ન્યુરોસર્જન ધ્રવ પટેલ દ્વારા અનેક જટીલ ઓપરેશનો કરી દર્દીઓને દર્દમાંથી મુકત કર્યા છે ત્યારે પ્રજાપતિ વિમળાબેન વિનોદભાઈ ઉંમર ૪પ ચાણસ્માવાળાને માથામાં દુખાવો અને આંખે જોવામાં જરમરિયા જેવું દેખાતું હતું.
આ દર્દી પાટણ જનતા હોસ્પિટલમાં ડો. ધ્રુવ એન પટેલ ન્યૂરોસર્જનની પાસે સારવાર માટે આવ્યા હતા. તેઓએ દર્દીને મગજનું એમ.આર.આઈ રિપોર્ટ કરાવેલ. એમ.આર.આઈ. રિપોર્ટમાં પિચ્યુટરી ગ્રંથિનું બ્રેઈન ટ્યુમર માલુમ પડેલ. આ દર્દીને ડો. ધ્રુવ એન. પટેલ ન્યુરો સર્જન દ્વારા નાકમાં દૂરબીનની મદદથી બ્રેઇન ટ્યુમરનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન ત્રણ કલાક ચાલ્યુ હતું. આ ઓપરેશનમાં કોઈ પણ ચેકા વગર સફળ કયું હતું અને દર્દીને માત્ર ત્રણ જ દિવસમાં રજા પણ આપવામાં આવી હતી. અત્યારે દર્દીને જે દુ:ખ જે હતું તેમાં ખૂબ જ રાહત છે અને કોઈ પણ ખોડ ખાંપણ વગર સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવેલ.
પાટણ જનતા હોસ્પિટલમાં ડો. ધ્રુવ એન. પટેલ ન્યૂરોસર્જન દ્વારા અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ જેટલા જટીલ સફળ ઓપરેશનો કર્યા છે. ડો ધ્રુવ એન. પટેલ દ્વારા મગજ અને મણકાના રોગો તથા ઓપરેશન રાહત દરે ર૪ કલાક પાટણ જનતા હોસ્પિટલ ખાતે કરી આપવામાં આવી રહયા છે.