પાટણમાં પાલિકા ચીફ આેફિસર અને ભાજપ કોપોરેટર વચ્ચે થયેલી બબાલ ગતરોજ ટોક આેફ ધ ટાઉન બની હતી. વોર્ડ નં.૧૦ના ભાજપના કોપોરેટર મહમંદ હુસૈન ફારુકી જલ સે નલ યોજના અંતર્ગત પોતાના વોર્ડના કેટલાક જરૂરિયાતમંદ લોકોના નળ કનેક્શનમાં ફોર્મમાં સહી કરાવવા બાબતે પહોંચ્યા હતા. જે દરમિયાન ચીફ આેફિસર પાંચાભાઈ માળી સાથે બબાલ થઇ હતી. ત્યારે કોપોરેટરે વાતચીત કરતા પાંચાભાઈ માળીએ તેને ધકકો મારી તેમની ઉપર હાથ ઉગામ્યો હતો. ત્યારે કોપોરેટર પોતાના સ્વબચાવમાં ખુરશી ઉપાડી ઉભા રહેતા ચીફ ઓફિસરે ફરી તેઓને બે ચમાટો મારી દેતાં મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ ચીફ ઓફિસર અને કોપોરેટર વચ્ચે દંગલ સજાતા બાંધકામ સમિતિનો સ્ટાફ દોડી આવી બંનેને છોડાવ્યા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.

બનાવ અંગે ચીફ આેફિસર એ જણાવ્યું હતું કે, આ મામલે પોતે ગંભીર છે, પરંતુ સરકારના કાર્યક્રમોની કેટલીક જવાબદારીઆે પોતાના શિરે હોય એ જવાબદારીઆેમાંથી મુક્ત થયા બાદ અસભ્ય વર્તન કરનારા અને ઝપાઝપી કરનારા કોપોરેટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
આ બાબતે કોપોરેટર મહંમદ હુસૈન ફારુકીએ જણાવ્યું હતું કે, છેૡા એક મહિનાથી જલ સે નલ યોજનાના ફોર્મમાં ચીફ આેફિસર સહી કરતા ન હોય જેની રજૂઆત માટે પાલિકા ચીફ આેફિસરને મળવા આવ્યા હતા.

પરંતુ ચીફ આેફિસર પોતાની ચેમ્બરમાં ન હોઈ બાંધકામ શાખામાં બેઠેલા હોવાનું જણાવતા ત્યાં પહોંચ્યો હતો. બાંધકામ શાખામાં જઇને ફોર્મમાં સહી કરવાનું જણાવતા ચીફ આેફિસર ઉશ્કેરાઈ ગયા હતા અને જાતિ વિરુદ્ઘ અપમાનિત કરી મને તમાચો માર્યો હોવાનું જણાવ્યું હતું. તો ગતરોજ થયેલી ચીફ ઓફિસર અને કોપોરેટરની બાબતને લઈ આજરોજ વોર્ડ નં.૧૦ના ભાજપના ત્રણેય કોપોરેટરો સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મતદાતાઓ મોટીસંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે હેમંત તન્ના અને મહેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ આવી પહોંચ્યા હતા અને ત્યાં ચીફ ઓફિસર વિરુધ્ધ તેઓએ ફરિયાદ નોંધાવી હતી. તો બીજીબાજુ ચીફ ઓફિસરે પણ વોર્ડ નં.૧૦ના કોપોરેટર મહંમદ હુસેન ફારુકી વિરુધ્ધ ફરીયાદ નોંધાવતાં રાજકારણ ગરમાયું છે.

તો નગરપાલિકાના બાંધકામ શાખામાં બનેલી ઘટના સંદર્ભે નગરસેવક ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે છેલ્લા છ માસથી ચૂંટાઈને શાસક નવીન પાંખ અને ચીફ ઓફિસર વચ્ચે સંકલન ન સધાતા આજે શહેર નકાગારની સ્થિતિ તરફ આગળ વધી રહયું છે. તો પાટણ શહેરનો વિકાસ દિન પ્રતિદિન વધી રહયો હોવાથી શહેરીજનોને નાના નાના કામોમાં પાલિકાની જરુરીયાત ઉદભવતી હોય છે.

તો પાલિકાના ચીફ ઓફિસર ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલા ઠરાવોનો અમલ પણ કરવામાં આવતો ન હોવાનું જણાવી નવીન પાલિકા પ્રમુખને શાસક પક્ષાના સભ્યોએ સંકલન જાળવી તેઓને ટેકો આપવા અનુરોધ કર્યો હતો. અને ચીફ ઓફિસરે ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે કરેલા વર્તનને વખોડી કાઢી સંગઠન અને શાસક પક્ષો પ્રમુખને ટેકો આપી વિકાસના કામો કરવા અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024