રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા

પોસ્ટ કેવી લાગી?

Patan : પાટણમાં રવિવારે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ રદ થતાં સત્યાગ્રહ કરી વિરોધમાં દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે. જેને લઈ પાટણ જિલ્લા કોંગ્રેસ (Congress) સમિતિ દ્વારા પાટણ રેલવે ગરનાળા પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકશાહી બચાવો દેશ બચાવો ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ-ના નારા લગાવાયા હતા. સૂત્રોચ્ચાર કરતા પોલીસે 25થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

ગતરોજ પાટણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સિદ્ધપરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર (Chandanji Thakor), જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટિયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા અશ્વિન પટેલ સહિત કોગ્રેસ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

માનહાનિના એક કેસમાં રાહુલ ગાંધીને (Rahul Gandhi) સુરત કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ સંસદનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. જેના વિરોધમાં કૉંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પાટણ જિલ્લા કૉંગ્રેસ દ્વારા એક પ્રેસ કોનફરન્સ યોજી ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મહામંત્રી મુકેશ દેસાઈ

રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ કરવા મામલે આજે પાટણ જિલ્લા કૉંગ્રેસ પ્રભારી અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મહામંત્રી મુકેશ દેસાઈના અધ્યક્ષ સ્થાને પાટણના જૂના સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. મુકેશ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કૉંગ્રેસ લોકશાહીમાં માનનારી પાર્ટી છે. રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા યોજી લોકોને જોડવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધીએ અદાણી મામલે સંસદમાં ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને પરેશાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મહામંત્રી મુકેશ દેસાઈ

આ પ્રેસ બેઠકમાં ઉપસ્થિત રહેલા સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરી કોંગ્રેસના શ્રેષ્ઠ નેતૃત્વની વાત દોહરાવી કોંગ્રેસ પાર્ટી એ લોકશાહીને જીવંત રાખવાનું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું.

પાટણના જુના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની પ્રેસ કોન્ફરન્સમાં પાટણ જિલ્લા પ્રભારી મુકેશભાઈ દેસાઈ, સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર,પાટણ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી ભાવેશભાઈ ગોઠી સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures