પાટણ તાલુકાના હાજીપુર ગામે કટોકટી દિવસ અંતર્ગત પાટણ તાલુકા ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કટોકટીના સમયને યાદ કરતા જિલ્લા મંત્રી વિરેશભાઈ વ્યાસે જણાવ્યું હતુંકે ભારતવર્ષના ઇતિહાસમાં રપમી જૂન ૧૯૭પ ના દિવસને કાળા દિવસ તરીકે માનવામાં આવે છે.

આ દિવસે ઇિન્દરા ગાંધીએ લોકશાહીના મુલ્યોનું હનન કરી સમગ્ર ભારતવર્ષમાં ઇમરજન્સી લગાવી હતી.અને આજે કહેવાતી ‘અભિવ્યિક્ત ની આઝાદી’ ની પડખે ચઢી ગયેલી કાંગ્રેસે સામાન્ય જનતા, ચુંટાયેલા લોકપ્રતિનિધિઆે તથા સમગ્ર અખબારી જગત ની અભિવ્યિક્ત ની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી.

આ સમગ્ર કટોકટી કાળ દરમ્યાન સામાન્ય નાગરિકો તથા રાજકીય આગેવાનો પર અમાનુષી અત્યાચારો થયા હતા.જયપ્રકાશ નારાયણ,અટલ બિહારી બાજપાઈ, મોરારજી દેસાઇ,એલ.કે.અડવાણીજી સહિત અનેક નેતાઆે લોકશાહી ની રક્ષા માટે સંઘર્ષ કર્યો હતો.

અને જેલમાં ગયા હતા. આ કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ મહામંત્રી જલુજી ઠાકોર, મહામંત્રી હરિભાઈ પટેલતેમજ પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર સહિત હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024