પાટણ શહેરમાં આરોગ્યની સેવાઓ પૂરી પાડતી જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી પી બી જનતા હોસ્પિટલ ની સેવાઓ માં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
ત્યારે શનિવારના રોજ રૂ.ર૬,૬૪,૮ર૦ લાખનાં ખર્ચે નવીન આઈસીસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ વાન સ્વ.માતૃશ્રી ચંદ્રાવતીબેન રમણલાલ શાહ ના સ્મરણાથે તેમના સુપુત્ર નીતિનભાઈ રમણલાલ શાહ પાટણ પરિવાર દ્વારા અપ્રણ કરવામાં આવી હતી.
એમ્બ્યુલન્સ અપ્રણવિધિ ના આ સેવાકીય પ્રસંગે દાતા પરિવારના સભ્યો સહિત જનતા હોસ્પિટલ ના ચેરમેન મનસુખભાઈ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.પ્રમોદભાઈ પટેલ સહિત હોસ્પિટલ ના તબીબો અને સ્ટાફ પરિવાર ઉપસ્થિતિ રહ્યો હતો.
આ પ્રસંગે જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલે દાતા દવારા ફાળવવામાં આવેલી આઈસીસીયુ ઓન વ્હીલ વાન અંગે પોતાની પ્રતિકિ્રયાઓ વ્યકત કરી હતી.