પાટણ : કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલનું કરાયું લોકાર્પણ

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની પૂણાહૂતિ નિમિત્તે વિકાસ દિવસ અંતર્ગત પાટણ ખાતે મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલની ઉપિસ્થતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની પૂણાહૂતિ બાદ મહેસુલ મંત્રી દ્વારા કલેક્ટર કચેરી ખાતે નવનિમિત્ત કોન્ફરન્સ હોલનું લોકાર્પણ કરવામાં હતું.

મહેસુલ મંત્રી દ્વારા નવીન કોન્ફરન્સ હોલનું નિરિક્ષણ કરી પાટણ જિૡા વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે નવીન કોન્ફરન્સ હોલના લોકાર્પણ અને સરકારના અવિરત વિકાસને લઈ કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.

આ પ્રસંગે સાંસદ ભરતિસહ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા સંગઠન પ્રમુખ દશરથજી ઠાકોર તથા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા સહિતના અધિકારીઆે ઉપિસ્થત રહ્યા હતા.